LPG Cylinder આ રીતે કરાવો બુક...500 રૂપિયા જેટલો સસ્તો પડશે, કેશબેક સ્કિમ વિશે જાણો
દિન પ્રતિદિન વધતી મોંઘવારી વચ્ચે જો રાંધણ ગેસ સિલિન્ડર બુકિંગ પર 500 રૂપિયા કેશબેક મળી જાય તો કેટલું સારું! જી હા...એક એવી રીત છે જેનાથી ગેસ બુકિંગ પર 500 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: દિન પ્રતિદિન વધતી મોંઘવારી વચ્ચે જો રાંધણ ગેસ સિલિન્ડર બુકિંગ પર 500 રૂપિયા કેશબેક મળી જાય તો કેટલું સારું! જી હા...એક એવી રીત છે જેનાથી ગેસ બુકિંગ પર 500 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. પેમેન્ટ એપ Paytm દ્વારા 31 ડિસેમ્બર 2020 સુધીમાં તમે તમારું એલપીજી સિલિન્ડર બુક કરાવીને 500 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. ભારત ગેસ (Bharat Gas), એચપી ગેસ(HP Gas), અને ઈન્ડેન (Indane) ના ગ્રાહકો પેટીએમની આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકે છે.
જો તમારા રાંધણ ગેસનો સિલિન્ડર ખતમ થઈ ગયો હોય અને તમે બહાર જવા નથી ઈચ્છતા તો ઓનલાઈન પેમેન્ટ એપ પેટીએમથી એલપીજી સિલિન્ડર બૂક કરાવશો તો તમને 500 રૂપિયાનું કેશબેક પણ મળશે. કેશબેકની આ રકમ પહેલીવાર પેટીએમથી એલપીજી સિલિન્ડર બુક કરાવનારા યૂઝર્સને જ મળશે. જો તમે પહેલા પણ એટીએમથી સિલિન્ડર બુક કરાવી ચૂક્યા હશો તો તમને આ કેશબેક ઓફરનો લાભ મળશે નહીં.
Paytm થી રસોઈ ગેસ સિલિન્ડર(Gas Cylinder) બુકિંગ અંગે તમને જણાવીએ કે સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(IOCL)ના એલપીજી સિલિન્ડર ઈન્ડેન (Indane)થી લઈને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(BPCL)નો ભારત ગેસ(Bharat Gas) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(HPCL) ના HP ગેસ સિલિન્ડર પેટીએમથી બુક થઈ શકે છે.
આ રીતે પેટીએમથી બુક કરો સિલિન્ડર...
- સૌથી પહેલા મોબાઈલમાં પેટીએમ એપ ઓપન કરો.
- એપ ઓપન થયા બાદ હોમ સ્ક્રિન પર જો ઓપ્શન ન દેખાતા હોય તો show more પર ક્લિક કરો.
- ત્યારબાદ Recharge and Pay Bills નો વિકલ્પ તમને જોવા મળશે, જવું તમે તેના પર ટેપ કરશો તમને અનેક વિકલ્પ જોવા મળશે. જેમાંથી તમને એક ઓપ્શન Book a Cylinder નો પણ મળશે.
- બૂક સિલિન્ડર પર ક્લિક કર્યા બાદ તમારે તમારા ગેસ પ્રોવાઈડરને પસંદ કરવાના રહેશે. ઈન્ડેન(Indane Gas), ભારત ગેસ(Bharat Gas) કે પછી એચપી ગેસ(HP Gas).
- ગેસ પ્રોવાઈડર પસંદ કર્યા બાદ ગેસ એજન્સીમાં આપેલા રજિસ્ટર મોબાઈલ નંબર કે પછી એલપીજી આઈડી નાખો.
- જેવી તમે ડિટેલ્સ ભરીને Proceed પર ક્લિક કરશો, તમારી સામે એલપીજી આઈડી, કન્ઝ્યૂમરનું નામ અને એજન્સીનું નામ આવી જશે. નીચેની બાજુ ગેસ સિલિન્ડર માટેની રકમ જોવા મળશે.
- Gas Cylinder પર 500 રૂપિયા સુધીનું કેશબેક આ રીતે મળશે.
- Paytm દ્વારા ગેસ સિલિન્ડર પહેલીવાર જો બુક કરાવતા હોવ તો 500 રૂપિયાનું કેશબેક મળે છે.
- Paytm Gas Booking Promocode નો FIRSTLPG પ્રોમોકોડ તમારે પ્રોકોડ સેક્શનમાં નાખવાનો રહેશે.
- આ પ્રોમોકોડ પર 500 રૂપિયા સુધીનું કેશબેક મળે છે.
- જો પ્રોમોકોડ નાખવાનું ભૂલી ગયા તો આવી સ્થિતિમાં કેશબેક મળશે નહીં. નોંધનીય વાત એ છે કે આ પ્રોમોકોડ પેટીએમ દ્વારા પહેલા ગેસ સિલિન્ડર બુકિંગ પર જ મળે છે.
- આ Paytm Offerનો ઉપયગો ગ્રાહક ઓફ પીરિયડ દરમિયાન એકવાર જ કરી શકશે. આ ઓફરનો લાભ તમને ત્યારે જ મળશે જ્યારે ઓર્ડરની મિનિમમ રકમ 500 રૂપિયા હશે.
- આ ઓફર 31 ડિસેમ્બર 2020 સુધી જ ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે